Skip to main content
Settings Settings for Dark

જામકંડોરણામાં ખેડૂત દંપતીએ લાંબી કાકડીની કરી ખેતી

Live TV

X
  • જામકંડોરણા તાલુકાના ખેડૂત દંપતીએ લાંબી કાકડીની સુધારેલી જાતની ખેતી કરી છે અને ખાસ કરીને ડ્રિપ ઇરીગ્રેશન પદ્ધતિથી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

    જામકંડોરણા તાલુકાના ખેડૂત દંપતીએ લાંબી કાકડીની સુધારેલી જાતની ખેતી કરી છે અને ખાસ કરીને ડ્રિપ ઇરીગ્રેશન પદ્ધતિથી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. હંસાબેન પીપળીયા માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. હંસાબેન અને એમના પતિએ છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી કાકડીની ખેતી કરે છે અને બિયારણ પણ પોતે જાતેજ તૈયાર કરે છે અને જાતે બિયારણ તૈયાર કરતા હોવાથી કાકડીની સુધારેલી જાતનું ઉત્તમ ઉત્પાદન મળે છે. જૂન મહિનામાં કાકડીનું વાવેતરનો ખાસ સમય ગાળો છે અને આ પાક વર્ષમાં ચાર વખત વાવી શકાય છે. પહેલા ખેડ કરી વાવેતર સમયે એક વીઘામાં ચાર ટેલર ગાયનું છાણનું ખાતર નાખી દોઢ ફૂટ માટીના પાળા વચ્ચે 72 ઇંચનું અંતર રાખી ઉપર ડ્રિપ પથારી આપ્યા બાદ જમીન પલાળી અને વાવેતર કરેલુ છે એક વીઘામાં 4 લીટર જેટલા ગો મૂત્રનું છટકાવ કરવામાં આવે છે સામાન્ય જાતિની કાકડી 15 થી 16 ઇંચની થાય અને જે અમોએ સુધારેલ જાતનું બિયારણ વાવ્યું છે તેની લંબાઈ 24 ઇંચ જેવડી થાય છે. આ કાકડીનું ઉત્પાદન એકાંતરે એક હજાર કિલો જેવું મળી આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply