Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ નર્મદાના ડેડીયાપાડામાં વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ.  આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે.  

    ડેડિયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે માલિકીના લાભોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ડેડીયાપાડાના વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવવામાં આવેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતના વાંસની વિગતવાર માહિતી આપતી પુસ્તિકા “ બામ્બુ રીસોર્સ ઓફ ગુજરાત “ તથા નર્મદા વન વિભાગની ઝાંખી કરાવતી પુસ્તિકા “કોફી ટેબલ બુક ઓફ નર્મદા“ નું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply