Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇને GMDC ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમની લીધી મુલાકાત

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તે પંચાયતી રાજ મહાસંમેલનના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. તેમણે આ કાર્યક્રમોના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પીવાનું પાણી, પાર્કિંગ સહિતની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું
     
    મુખ્યમંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. મુખ્યમંત્રી સાથે આ સ્થળોના નિરીક્ષણ દરમિયાન પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર સંદીપકુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply