મુખ્યમંત્રીએ મહાનગરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
Live TV
-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ, રાજ્યના મહાનગરોના આયોજનબદ્ધ ઝડપી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં, મહાનગરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેર સહિત કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ, તથા બોરસદના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની 3 અને વડોદરાની એક ટી.પી. સ્કીમને, તેમજ રાજકોટની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત તમામ સ્તરે વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારના વિકાસ અને શહેરોના આયોજન માટે, મુખ્યમંત્રીશ્રીની દેખરેખ હેઠળ સરકાર દ્વારા ખૂબ ઝડપથી લોકહિતના નિર્ણયો લેવાયા છે, પરિણામે નાગરિકલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટેની પ્રક્રિયામાં ગતિશીલતા આવી છે.
