મુખ્યમંત્રીએ વડોદરામાં સરદાર પટેલ એકતા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Live TV
-
મુખ્યમંત્રીએ કહ્યું, કે સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ જવા માટે વિઝા લેવા પડત. તેમણે રજવાડાં એક કર્યાં અને દેશને અખંડ કર્યો.
વડોદરા ખાતે સરદાર પટેલ એકતા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, અને એકતા રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે કહ્યું હતું, કે સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ જવા માટે વિઝા લેવા પડત. તેમણે રજવાડાં એક કર્યાં અને દેશને અખંડ કર્યો. પટેલ ન હોત તો હૈદરાબાદ માટે પણ વિઝા લેવા પડ્યા હોત. સરદાર સાહેબમાંથી પ્રેરણા લઈને આવનારી પેઢી આગળ વધે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.
