મુખ્યમંત્રીએ મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિજનોને રૂ.4 લાખ સહાયની જાહેરાત કરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતે GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય યથાવત્ છે.
