મુખ્યમંત્રીએ હાઈ પાવર કમિટિની બેઠકમાં સમીક્ષા કરી
Live TV
-
રાજ્યના44 તાલુકાઓ જ્યા 125 મીમી થી ઓછો વરસાદ થયો છે. તે વિસ્તારોમાં સર્જાયેલી પરીસ્થીતી અંગે મુખ્યમંત્રી હાઈ પાવર કમિટિ ની બેઠકમાં સમીક્ષા કરી હતી. વરસાદ ખેંચવા ને કારણે રાજ્યમાં પણ જે સ્થીતી ઉભી થઈ છે તેની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં નર્મદા નિગન. કૃષી,પાણી પુરવઠો ,હવામાન વિભાગના વરિષ્ઠ અધીકારીઓ પાસેથી મેળવવામાં આવી. ગુજરાતમાં વરસાદની સ્થીતી નાજુક રહેતા કચ્છમાં 78% ,ગાંઘીનગરમાં 70 % ,સુરેન્દ્રનગરમાં 63 % તો અમદવાદામાં 62% જેટલો વરસાદ ઓછો થયો છે. સ્ક્રીન પર દેખાતા નકશામાં પીળા તેમજ કેસરી રંગના વિસ્તારોમાં સરેરાશ કરતા 20 થી 99 % વરસાદ ઓછો પડ્યો છે. અને તે સિવાય ના વિસ્તારોમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ પડ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પત્રકાર પરીષદ ને સંબોધીત કરી હતી.
