દીવ જિલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત વિજળી ધરાવતો જિલ્લો બન્યો
Live TV
-
આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પર લગાવેલ પેનલથી મળીને કુલ 10.27 મેગાવોટ વીજળી પ્રાપ્ત થાય છે.
ગુજરાતના દરિયા કિનારાની નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ જિલ્લો સંપૂર્ણ રીતે , સોલાર આધારિત ઇલેક્ટ્રિસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. 2016માં સહુ પ્રથમ 3 મેગા વોટનો પ્લાન કાર્યરત કરાયો હતો. ત્યારબાદ એ જ જગ્યા પર વધુ 6 મેગા વોટનો પ્લાન નખાયો હતો. જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ અગણ્યાએંસી કચેરીમાં પણ અગાશી પર સોલાર રુફ ટોપ નખાતા એમા 1.27 મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે. આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પર લગાવેલ પેનલથી મળીને કુલ 10.27 મેગાવોટ વીજળી પ્રાપ્ત થાય છે. દીવ જિલ્લાની કુલ વસ્તી 50 હજાર આસપાસ છે અને 40 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યારે દીવમાં દિવસ દરમ્યાન 6-7 મેગાવોટ વીજળીની જરૂરત રહે છે દીવએ ભારતનો પ્રથમ એવો જિલ્લો છે કે જેની વીજળીની માંગ સોલાર પ્લાન દ્વારા પુરી થાય છે. તો બીજી તરફ આજ જગ્યા પર આ વર્ષના અંત અથવા આવતા વર્ષ સુધીમાં વિન્ડ પ્રોજેકટ કાર્યરત થશે. જેમાં 7 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. ત્યારે રાત્રી દરમ્યાન જે વીજ માંગ છે તે પણ પુરી થશે. ત્યારે પણ તે દેશનો પ્રથમ જિલ્લો હશે જેને કુદરતી સોર્સ દ્વારા ક્લીન વીજળી મળતી હશે. આમ દેશનો પ્રથમ એવો જિલ્લો કે જે સ્માર્ટ સીટીમાં પણ સમાવિષ્ટ છે અને સોલાર સીટી પણ બની ગયો છે.
