Skip to main content
Settings Settings for Dark

મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ પુરી પાડવા માટે 181 અભયમ એપ લોન્ચ

Live TV

X
  • રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ મુસીબતમાં ફસાયેલી મહિલાઓને ગણતરીની પળમાં જ સહાય મળી રહે તે માટે આ એપ્લિકેશન સહાય રૂપ બનશે.

    ગુજરાતની મહિલાઓને  તત્કાલ મદદ મળી રહે તેવી સેવાઓની  181 અભયમ્ મોબાઈલ એપનું લોન્ચિંગ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કર્યું.  રાજ્યમાં ક્યાંય પણ  કોઈ પણ મુસીબતમાં ફસાયેલી મહિલાઓને  ગણતરીની પળમાં જ સહાય મળી રહે તે માટે આ એપ્લિકેશન સહાય રૂપ બનશે.  આ એપ  સ્માર્ટ ફોનમાં  ગૂગલ પ્લે સ્ટોર પરથી  ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા  મદદ માટે કોલ કરનાર મહિલાનું  ચોક્કસ લોકેશન  હેલ્પ લાઈન સેન્ટરને મળી શકશે.  આ હેલ્પ લાઈન  ચોવીસ કલાક ચાલુ રહેશે  તેમજ તેમાં  પેનીક બટનની પણ વ્યવસ્થા છે.  રાજ્ય સરકારના  મહિલા-બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ,  તેમજ મહિલા આયોગ દ્વારા  આ 181 - અભયમ્ મોબાઈલ એપ  - G.V.K. E.M.R.I. ના સહયોગથી  વિકસાવવામાં આવી છે.  આ મોબાઈલ એપ લોન્ચિંગ પ્રસંગે  ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા  મહિલા -બાળ વિકાસ કલ્યાણ મંત્રી  વિભાવરી બેન દવે  ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply