CM રૂપાણી દ્વારા વર્ષ 2017ના શ્રેષ્ઠ પત્રકારોને બિરદાવ્યા
Live TV
-
શનિવારે વર્ષ 2017ના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પત્રકારિતા એટલે એક સાહસી અને સત્યનિષ્ઠા ધરાવતો વ્યાવસાય. ગુજરાત મીડિયા ક્લબ છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમ ચલાવે છે.
આ કાર્યક્રમમાં પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના શ્રેષ્ઠ પત્રકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડીડી ગિરનારના પત્રકાર મેહુલ ઝાલાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યાને પત્રકારિતાના ક્ષેત્રમાં નીડરતાથી ફરજ બજાવતા પત્રકારોને બિરદાવ્યા હતા.
