Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો સાથે મુલાકાત કરી વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પ્રમોશન માટે જાપાન મુલાકાતે ગયેલા ગુજરાતના હાઈલેવલ ડેલિગેશને હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો સાથે મુલાકાત કરી હતી. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના પાંચમા દિવસે ગુજરાતના પ્રતિનિધિમંડળ સહિત જાપાનના હ્યોગો પ્રાંતમાં આવેલા કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલ અને ઐતિહાસિક કોબે પોર્ટની મુલાકાત લીધી હતી. જાપાનના હ્યોગો પ્રાંતના કોબે ખાતે રોક્કો માઉન્ટેનની તળેટીમાં આવેલું કોબે પોર્ટ કુદરતી સૌંદર્ય અને સુંદર દ્રશ્યોથી સમૃદ્ધ સૌથી પ્રાચીન બંદરોમાંનું એક છે.

    મુખ્યમંત્રીએ ગવર્નર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી પહેલા 2007માં અને પછી 2012 માં હ્યોગોની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આ સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છે. તેમણે અમદાવાદ–મુંબઈ હાઇસ્પીડ રેલ કોરીડોરનું ભૂમિ પૂજન સ્વ. શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યું હતું એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જાપાન બંન્ને પાસે પોતાનું હેરીટેજ છે. ભારતમાં હેરીટેજના સંરક્ષણ સાથે હેરીટેજ સિટી વિકસાવવા માટે ખાસ હૃદય યોજના આદરણીય પ્રધાનમંત્રીએ શરૂ કરી છે. તેમણે હ્યોગો-ગુજરાત સંબંધો અંગે કહ્યું હતું કે, હ્યોગો અને ગુજરાતનો સબંધ માત્ર બે રાજ્યો પૂરતો નથી રહ્યો. ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે. તાજેતરમાં અમદાવાદને અર્બન ૨૦ સમિટના યજમાન બનવાનો અવસર મળ્યો હતો તેનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારે મેયોરલ સમિટમાં 2070 સુધીમાં નેટ ઝીરો ફ્યુચર માટે રજૂ કરેલાનો એન્વાયરમેન્ટ રેઝીલિયન્ટ સિટી એક્શન પ્લાન અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતો. 

    વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં ઉદ્યોગોની સાથે સાથે ઇઝ ઓફ લિવિંગને પણ ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં તેમના માર્ગદર્શન હેઠળ 100 સ્માર્ટ સિટી વિકસી રહ્યાં છે. દેશમાં નાના શહેરોમાં ઉત્તમ સુવિધાઓ મળે તે માટે ખાસ અમૃત મિશનની શરૂઆત કરી છે. દેશના તમામ મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન નેટવર્ક વિકસી રહ્યું છે. 

    મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને જાપાનના સંબંધો નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. જાપાન વાયબ્રન્ટ સમિટનું લાંબા સમયથી સહભાગી રહ્યું છે. હ્યોગો પ્રાંતની 30 જેટલી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે તે ગુજરાત-જાપાન સંબંધો માટે આનંદની વાત છે. 

    તેમણે જાપાનીઝ કંપનીઓને ગુજરાતમાં આવકારવા ઉત્સુક હોવાનું જણાવી હ્યોગો રાજ્યના ગવર્નરને તેમના ડેલીગેશન સહિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં પધારવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. 

    હ્યોગોના ગવર્નર મોટોહિકો સૈતોએ રોકાણ અને વેપાર તેમજ જાપાન અને ગુજરાત વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો વિશે ચર્ચા-વિમર્શ કર્યો હતો. ગવર્નરે જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રાંતની વધુ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છે છે. તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply