Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આગળ વધવા તૈયાર છે: મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની જાપાન યાત્રા દરમિયાન જાપાનના અગ્રણી ઉદ્યોગ સમૂહ નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કંપનીના પ્રતિનિધિઓએ કંપનીના ભારત કાર્યરત પ્રોજેક્ટ્સ વિષયે ચર્ચા કરી. તેમણે મુખ્યમંત્રીને ઈલેક્ટ્રિક વાહનો તથા એનૅજી સ્ટોરેજ ઉદ્યોગમાં કંપનીના ઉત્પાદનોના સંદર્ભે પણ માહિતગાર કર્યાં. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશનમાં ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) મેન્યુફૈકચરિંગ હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. ઈવી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે ઈવી પોલિસી પણ કાર્યરત કરી છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઈવી પોલિસી પ્રધાનમંત્રીના ગ્રીન મોબિલિટીને વેગ આપવાના વિચારીને સાકાર કરી ગુજરાતમાં ઈ-વ્હીકલને વધુ અગ્રેસર બનાવવામાં સહાયક બન્યું છે. મુખ્યમંત્રીએ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતમાં રહેલી અપાર સંભાવનાઓ અને સમગ્ર ભારતમાં વિકસી રહેલા ઈવી બજારનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત તથા ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર રહ્યું છે.  

    આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ માટે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમિટ 2024 માં સહભાગી થવા નિમંત્રણ પણ આપ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજ કુમાર અને ગુજરાતના પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ સામેલ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply