મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના પાંચમાં દિવસે કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલની મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના પાંચમા દિવસે કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલની મુલાકાત ગુજરાત ડેલીગેશન સાથે લીધી હતી. તેમણે આ મંદિર ના ઐતિહાસિક મહત્વ તથા સ્થાપત્ય અંગે જાણવામાં પણ રસ દાખવ્યો હતો.
આ અગાઉ મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી 2024માં યોજાઇ રહેલી 10મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના 200થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જાપાન સમગ્ર વિશ્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્વપૂર્ણ છે. ભારત અને જાપાન બેય દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલીસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવી ઊંચાઈ મળશે.
મુખ્યમંત્રીએ આત્મનિર્ભર, વિકસિત ભારત માટે આત્મનિર્ભર ગુજરાતની સંકલ્પના સાથે ગુજરાતે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલીટી, રીન્યુએબલ એનર્જી તથા ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટના સેક્ટર્સ પર વિશેષ ઝોક આપ્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઉભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલીસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટીવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમ વાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ 2024માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
જાપાનમાં ભારતના રાજદૂત સીબી જ્યોર્જે ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સંબંધો, અને ખાસ કરીને જાપાન અને ગુજરાત સાથેના સંબંધો કેવી રીતે બંને પ્રદેશો વચ્ચે મજબૂત સહયોગનું કારણ બને છે તે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં જાપાની કંપનીઓની હાજરી વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
