મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ 867 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રૂ. 867 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રૂ. 867 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સરખેજ-ગાંધીનગર-ચિલોડા નેશનલ હાઈવે નંબર 147નું છ માર્ગીકરણ કરવામાં આવશે તેમજ ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોરનું પણ નિર્માણ કરાશે. આ તકે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી તેના થકી દેશ અને રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો થવાનું જણાવ્યું હતુ.
