નવરાત્રી આસપાસ ઘોઘા દહેજ વચ્ચે કાર્ગો રો-રો ફેરી સર્વિસનો ફરી થશે પ્રારંભ
Live TV
-
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે એક કાર્યક્રમમાં નવરાત્રી આસપાસ ઘોઘા દહેજ વચ્ચે કાર્ગો રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવાની જાહેરાત કરી
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે એક કાર્યક્રમમાં નવરાત્રી આસપાસ ઘોઘા દહેજ વચ્ચે કાર્ગો રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી. જેનું શીપ પણ ઓખા ખાતે આવી પહોચ્યું છે. આ કાર્ગો જહાજમાં ટ્રક બસ કાર સ્કુટર અને પેસેન્જરો અવરજવર કરી શકશે. અગાઉ પણ પેસેન્જર સર્વિસ શરૂ કરવામાં આવી હતી પણ ચોમાસાના કારણે તે બંધ કરાઈ હતી. હવે કાર્ગો રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ થતા ભાવનગર એ સૌરાષ્ટ્રના વિકાસનું દ્વાર બની જશે.
