Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી દ્વારા 3 નગરપાલિકાઓને ગટર યોજનાના માટે કુલ રૂ. ૧૧૪.૬૮ કરોડ મંજૂર

Live TV

X
  • વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઇ નગરપાલિકાના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે કુલ રૂ. ૧૧૪.૬૮ કરોડ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યા. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી. 
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે કુલ ૧૧૪.૬૮ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની મંજૂરી આપી છે. 
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ. ર૬.પર કરોડના કામો માટે અનુમતિ આપી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે ર થી ૩ ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે, વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. ૮૩.૭૯ કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે. 
    આ નગરોની આગામી વર્ષ ર૦પર ની વસ્તીની રોજની ૧ર.૧૧ MLD સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે. આ યોજના અંતર્ગત ૧૦ એમ.એલ.ડી ક્ષમતાનો સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, હાઉસ કનેક્શન ચેમ્બર, પમ્પીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
    આ ઉપરાંત મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન-૬ અને શક્તિનગર ઝોન-ર માં પાણી પુરવઠા યોજનાના કામો માટે ૪.૩૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
    આ બંને ઝોનમાં આગામી ર૦પ૦ના વર્ષની વસ્તીનો અંદાજ ધ્યાનમાં રાખીને રોજની ૧૬.૦ર એમ.એલ.ડી પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે, ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૧૪.૬૮ કરોડની રકમના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply