દીવમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની આગવી ઉજવણી
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીની મેરોથોનનો રૂટ દીવ હેરિટેજ વોક વે થી ચાલુ કરી ખુકરીર મેમોરિયલ પર પૂર્ણ કરવામાં આવી હતી.
રન ફોર યુનિટી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તારીખ 26 ઓક્ટોબરના રોજ દીવના સરકારી પદાધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આ મીની મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ કલેક્ટર, દીવ પોલીસ અધિક્ષક, અધિકારીઓ તથા કર્મચારીઓએ દોડમાં ભાગ લીધો હતો. કર્મચારીઓએ દોડમાં ભાગ લઈને લોકોનો ઉત્સાહ વધારો કર્યો હતો.
