મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પૂજય દાદા ભગવાનનાં 116મા જન્મજયંતિ મહોત્સવનો અમરેલીથી પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સંપ્રદાયના પૂજય દાદા ભગવાનએ દીપ પ્રાગટ્ય સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે.\
મહોત્સવના શુભારંભ પ્રસંગે વ્યસન મુક્તિનો સંદેશ અને પ્રેરણા આપતાં બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, નાયબ મુખ્ય દંડક, ધારાસભ્યે, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તથા મહાનુભાવો પણ જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રીશ્રીએ બુધવારે મોડી સાંજે અમરેલી લીલીયા રોડ સ્થિત ત્રિમંદિર ખાતે પૂજ્ય સીમંધર સ્વામીના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિર દર્શન બાદ ‘વિક્રમ વૈતાલ’ અને ‘સાયરન’ મલ્ટી મીડિયા થીમ પાર્કની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મલ્ટી મીડિયા થીમ પાર્કમાં આધ્યાત્મિક શોર્ટ ફિલ્મ નિહાળી થીમ પાર્કની સફરનો આનંદ માણ્યો હતો.
