Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વચગાળાના કેન્દ્રીય બજેટને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે નવો વેગ અને ઊર્જા આપનારું બજેટ ગણાવ્યું

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું હતું. 

    કેન્દ્રીય બજેટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે.

    મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતું કે, આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતુ જનહિતકારી બજેટ છે. આશા વર્કર/આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્ષ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલો નિર્ણય આવકારદાયક છે. 

    વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના આ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી, નાણામંત્રીશ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply