Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતી ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન

Live TV

X
  • રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓનું અમલીકરણ કર્યું છે. જે અન્વયે વર્ષ 2015થી મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરાઈ હતી.

    હરહંમેશ મહિલાઓની સુરક્ષા કરતી ગુજરાત સરકારે અભયમ હેલ્પલાઈન થકી અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સીનિયર સિટિઝન મહિલાઓના જીવનમાં ખુશીઓ લાવી છે.

    રાજકોટ જિલ્લાની અભયમ ટીમ વિશે વાત કરીએ તો પારિવારિક હૂંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને આ ટીમ ખુબ સુંદર કામગીરી કરી રહી છે. વર્ષ 2023માં 181 અભયમ હેલ્પલાઈને 3533 પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ કરી છે. જેમાંથી 2263 જેટલા કિસ્સાઓનું કુશળ કાઉન્સેલિંગ કરી સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. જયારે ગંભીર પ્રકારની સમસ્યાવાળા 1178 પીડિતાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ બની છે.

    ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 13,66,817 જેટલી પીડિત મહિલાઓએ સલાહ-સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા છે. જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી 2,75,357 મહિલાઓને રેસ્કયુ ટીમે બચાવ અને મદદ પહોંચાડી હતી.

    આમ, અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરે છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી સાબિત થઇ રહયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply