મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં AMC અને ઔડાના 1098 કરોડ રૂ.ના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં AMC અને ઔડાના રૂ.1098 કરોડના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. થલતેજ વોર્ડના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઘાટલોડિયા સ્થિત સતાધાર (4) ફોર-લેન ફ્લાય-ઓવર બ્રિજને ખુલ્લો મુક્યો હતો. આ બ્રિજ થકી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી વિસ્તારના રહીશોને ટ્રાફિકમાં રાહત મળશે. સાથે જ મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડમાં કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક પણ યોજી હતી.
