મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉકાઇ જળાશય યોજનાના અસરગ્રસ્તોના પુનર્વસન માટેના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વશન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં ૫૦ વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કરાણે 16000 જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવાયેલી કુલ 18232 એકર જમીનની જૂની શરતોને આધારે ફાળવણી કરવામાં આવશે. હવે પુનર્વશનના લાભાર્થીઓ પોતાના જમીન / મકાન / પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે તથા તેના ખરીદ વેચાણ પણ કરી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને હવે આવા અસરગ્રસ્તો પોતાની ડૂબમાં ગયેલી જમીનના બદલામાં તેમને ફાળવાયેલી જમીન ખાસ કિસ્સામાં કોઈ પણ પ્રિમિયમ વસૂલ કર્યા વિના જૂની શરતમાં તબદીલ કરી આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ 16000 જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવયેલી જમીન જૂની શરતમાં ફેરવાતા તેઓ જમીન/મકાન/પ્લોટ ઉપર તેઓ ધિરાણ મેળવી શકશે અને તેનું ખરીદ-વેચાણ પણ કરી શકશે. મુખ્યમંત્રીએ છેવાડાના માનવીની જરૂરીયાતોને સમજી તેને અનુરૂપ અને જનહિતકારી કાર્યપદ્ધતિ અપનાવવાનો અને લોકહિત નિર્ણયોનો અભિગમ હંમેશાં દાખવ્યો છે. એ શ્રૃંખલામાં વધુ એક જનહિતકારી નિર્ણય લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉકાઈ જળાશય યોજનાના હજારો અસરગ્રસ્તોને વધુ સરળતા કરી આપી છે.
