રાજ્યાની 135 યુનિવર્સિટીઓને વર્ષ 2022-23 અંતર્ગત 20.50 કરોડની ગ્રાન્ટની મંજુરી અપાઈ
Live TV
-
ગુજરાત રાજ્યના પ્રવકતા મંત્રી જીતુવાઘાણી દ્વારા રાજ્યોની તમામ યુનિવર્સિટીઓને અસર કરતો મહત્વનો નિર્ણય કર્યાની માહિતી અપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અનોખી SSIP 2.0 વર્ષ 2022-27 સુધી અમલમાં મૂકવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત રાજ્યની કુલ 135 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને વર્ષ 2022-23 માટે કુલ 20.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેના પ્રથમ હપ્તા તરીકે 10.20 કરોડ રુપિયાની ફાળવણી પણ કરવામાં આવી ચુકી છે. આ ગ્રાન્ટથી રાજ્યના યુવાનોને પ્રોટોટાઈપ વિકસાવવા માટે મહત્તમ 2.5 લાખની નાણાકીય સહા કરવામાં આવશે, તથા પેટન્ટ ફાઈલ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે મહત્તમ 75,000 અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્તમ 1.5 લાખ રુપિયા સુધીની સહાય મળશે.
