મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ -2 મોટેરાથી ગાંધીનગર ના રૂટ પર સી -2 પ્રોજેક્ટના સાડા 6 કિ મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સ ની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરાથી ચ 2 સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ ત્યાર બાદ વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.
