અમરેલીના ખેડૂતે બાગાયત વિભાગની સબસીડી દ્વારા કરી હળદરની પ્રાકૃતિક ખેતી
Live TV
-
અમરેલીના ખેડૂતે બાગાયત વિભાગની સબસીડી દ્વારા કરી હળદરની પ્રાકૃતિક ખેતી
બાગાયત વિભાગની સબસીડી દ્વારા હળદરની પ્રાકૃતિક ખેતી કરતા અમરેલીના ચિત્તલ ગામના ખેડૂત ભીખુભાઈ દેવા આત્મનિર્ભર બન્યા છે. ખેડૂત ભીખુભાઈએ જણાવ્યું કે હળદર દળવા માટે તેમણે પલ્વલરાઈઝરની ખરીદી માટે સબસીડી મેળવવા માટે બાગાયત વિભાગની નિયત અરજી આપી હતી. બજારમાં આ પલ્વરાઈઝરની કિંમત 92 હજાર રૂપિયા છે. જો કે, બાગાયત વિભાદ દ્વારા તેની ખરીદી માટે તેમને 75% સબસીડી એટલે કે 70 હજારની સહાય મળી છે. છેલ્લા છ વર્ષથી તેઓ લીલી હળદરની ખેતી કરતા હતા પરંતુ હવે સરકારી સહાયથી બમણી આવક મેળવી રહ્યા છે.
