Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી વધી

Live TV

X
  • ઉત્તર ભારતમાં હિમ વર્ષાને ગુજરાતમાં ઠંડી વધી, નલિયા રહ્યું સૌથી ઠંડું

    હિમાચલ પ્રદેશમાં ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારો કડકડતી ઠંડી પડી રહી છે. આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો માઈનસમાં યથાવત છે. લાહૌલ-સ્પીતિ જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન -3 થી -10 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગયું છે. જ્યારે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં તે માઈનસ -20 થી -25 ડિગ્રી સુધી નીચે ગયું છે.

    ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જો કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડી હાલની સરેરાશ પ્રમાણે રહે તેવી શક્યતા છે. ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન 11 ડીગ્રી સેલ્સીયસ નલિયામાં રહ્યું હતું. જ્યારે  ભૂજમાં  15.2, ડીસામાં 15.6 ડીગ્રી સેલ્સીયસ, રાજકોટમાં 16 ડીગ્રી સેલ્સીયસ, અમદાવાદમાં 18.4 ડીગ્રી, સુરતમાં 20.7 ડીગ્રી સેલ્સીયસ, અમરેલીમાં 18.7 ડીગ્રી સેલ્સીયસ રહ્યુ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply