Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને વીર શહિદ જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો અર્પણ કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે પોતાનો ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

    આપણા દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણા સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે. 

    આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply