મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં 31 મીની ટીપરવાન તથા સોલીડ વેસ્ટના બે ટ્રકનું કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજકોટ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને મનપાની કામગીરીની સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રાજયના મુખ્યમંત્રીએ નગરસેવકો-અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ત્રણેય ઝોનના વિકાસ કામોની સમીક્ષા કરાઈ હતી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મ્યુ. કમિશનરે મ.ન.પા. દ્વારા રાજકોટના પ્રગતિ હેઠળના કામોની માહિતી રજૂ કરી હતી. જેમાં રાજકોટમાં બની રહેલા પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રોબસ્ત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને અટલ સરોવર, ડિજિટલ હાઇ-વે પ્રોજેક્ટ, રૈયાધાર અને જેટકો ચોકડી પાસેના વોટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ, વોટર રીસોર્સ જેવા અનેક વિકાસકાર્યોની માહિતી મેળવી હતી. આ ઉપરાંત પ્રોપર્ટી ટેકસના રેકોર્ડ બ્રેક કલેક્શનની માહિતી પણ રજૂ કરાઈ હતી. રાજકોટમાં મુખ્યમંત્રી દ્વારા 31 મીની ટીપરવાન તથા સોલીડ વેસ્ટનાં બે ટ્રકનું લોકાર્પણ કરાયું હતું.
