મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત, અસરગ્રસ્ત જિલ્લાની મેળવી માહિતી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા, બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .
રાજ્યમાં ગઇકાલથી જ ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ પેદા થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઇ ગયા હતા. ત્યારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારોની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા, બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી
આજે આ જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.