મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વનપાલ સ્મારક’ ખાતે શહીદ વનકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વનપાલ સ્મારક’ ખાતે શહીદ વનકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે જઈને વન અને વન્યજીવોના સંરક્ષણ માટે શહીદ થયેલા વીર વનકર્મીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને વન શહીદોની શહાદતને સન્માન આપવા માટે રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત વન ચેતના કેન્દ્ર ખાતે નિર્માણ થયેલા આ સ્મારક પર ગુજરાતના 9 જેટલા શહીદ વનકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે વનમંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ સાથે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી અને બે મિનિટનું મૌન પાળીને સન્માન આપ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવકુમાર, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ એ. પી. સિંઘ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
