Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રૂ.2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • સાયન્સ સિટી ખાતેથી 17 હજાર વિકાસકાર્યો રાજ્યની જનતાને સમર્પિત કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર રૂ.2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત કરવામાં આવશે. આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

    ભરૂચમાં 1600થી વધુ,  ડાંગમાં 600થી વધુ,  મહિસાગરમાં 500થી વધુ અને આણંદમાં 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં લોકસભાના સાસંદ ડો. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply