મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી પોતાના નૂતન વર્ષનો પ્રારંભ કરશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2079ના પ્રારંભ દિવસે તારીખ 26 ઓક્ટોબર, બુધવાર સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે 8 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે 8:50 કલાકે રાજભવન થશે.
ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી 10 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
