Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારની માછીમારોને દિવાળીની ભેટ, કેરોસીનની તથા અનેક વિવિધ સહાયોમાં વધારો કર્યો

Live TV

X
  • રાજ્ય સરકારનો માછીમારોના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બોટધારક માછીમારોને આપવામાં આવતી કેરોસીન સહાય તથા કેરોસીનના જથ્થામાં વધારો કરાયો છે.

    બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા પ્રતિ લીટર 25ની સહાય મળશે:-

    રાજ્યના ઓ.બી.એમ.બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા પ્રતિ લીટર 25  લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી. નાના માછીમારોની ઘણા સમયથી સરકાર સમક્ષ હાલમાં મળતી સહાય અને મળવા પાત્ર કેરોસીનના વાર્ષિક જથ્થામાં વધારો કરવાની માંગણી હતી. સરકાર દ્વારા નાના-ગરીબ માછીમારોની આર્થિક નબળી સ્થિતી તથા તેઓની લાગણી- માંગણીને ધ્યાને લઇ ઓ.બી.એમ. બોટધારક માછીમારોને આપવામાં આવતી કેરોસીન સહાય તથા કેરોસીનના જથ્થામાં વધારો કરવાનું વિચારણા હેઠળ હતું. 

    ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ માટે માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાયઃ- 

    ઓ.બી.એમ. એટલે કે આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા. હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહેલ નથી. તેવા સંજોગોમાં ઓ.બી.એમ. બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે. જેથી આવા માછીમારો દ્વારા ઘણા સમયથી સરકારશ્રી સમક્ષ ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટેઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવા માંગણી કરવામાં આવેલ હતી. 

    યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના :-

    યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના તળે આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ. રાજ્યના વિવિધ માછીમાર સંગઠનો દ્વારા ડીઝલ વેટ રાહત યોજના અંતર્ગત માછીમારો દ્વારા રાજ્યના કોઇપણ સ્થળના વેટ રાહત માટે, સરકારશ્રીની  માન્યતા પ્રાપ્ત, ડીઝલ વિતરણ કરતા ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદ કરવામાં આવે તો આવી ડીઝલ ખરીદી પર વેટ રાહત મળવાપાત્ર રહેશે તેવી છુટ આપવાની માંગણી સરકારશ્રી સમક્ષ કરવામાં આવેલ હતી. 

    ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજનાઃ- 

    વર્ષ.- 2016-17 થી વર્ષ.- 2020-21 સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે  કુલ- 1287 લાભાર્થીઓને 60,000/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.7,72,,20,000/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) ને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.  

    માછીમારીની વીસ મીટરથી ઓછી લંબાઇની હોડીઓમાં વપરાતા હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત:- 

    માછીમારીની વીસ મીટરથી ઓછી લંબાઇની હોડીઓમાં વપરાતા હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ વાર્ષિક જથ્થામાં વધારો કરવા બાબત. રાજ્યના વિવિધ માછીમાર સંગઠનો દ્વારા ડીઝલ વેટ રાહત યોજના અંતર્ગત યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં વધારો કરવાની માંગણી સરકારશ્રી સમક્ષ કરવામાં આવેલ હતી. આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ વાર્ષિક જથ્થામાં વધારો કરવા બાબત. રાજ્યના વિવિધ માછીમાર સંગઠનો દ્વારા ડીઝલ વેટ રાહત યોજના અંતર્ગત યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં વધારો કરવાની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply