મુખ્યમંત્રી રવિવારે વિસનગર તાલુકાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા ઓચિંતા જઈ પહોંચ્યા
Live TV
-
સરકાર ની યોજનાઓના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરીવર્તન આવ્યા છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સવારે કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ઓચિંતા મહેસાણા જિલ્લાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા જઈ પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઘરે બેઠા સરકારની યોજનાઓ લાભ મળે તે દિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડા ના માનવી સુધી પહોંચી છે. સરકાર ની યોજનાઓના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરીવર્તન આવ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ લાભાર્થીઓને લાભ સહાય વિતરણ કર્યું હતું અને ગ્રામજનો સાથે વાતચીત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ની કેન્દ્ર સરકાર ની વિવિધ જનહિત યોજનાઓ તેમજ રાજ્ય સરકાર ની યોજનાઓ ના વ્યાપક લાભ જન જન સુધી પહોંચાડવા આ યાત્રા યોજાઈ રહી છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં તા. 15 નવેમ્બર, 2023થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરાવી છે. આ યાત્રા અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓ ના લાભ અને માહિતી છેક ગ્રામીણ વિસ્તારોમાં પહોચી રહી છે અને સેચ્યુરેશન નો વિચાર સાકાર થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સદૂથલામાં પ્રમાણપત્ર વિતરણ પણ કર્યું હતું.આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમને મળેલા લાભથી પોતાના જીવન માં આવેલ પરિવર્તનની વાત 'મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત રજૂ કરી હતી.
આ પ્રસંગે વિસનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનકબા ચાવડા,અગ્રણી સતિષભાઈ પટેલ, APMC ડિરેક્ટર નટુભાઈ પટેલ, અગ્રણી મહેન્દ્રભાઈ ચૌધરી,મહેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયત માજી પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા સદસ્ય મિતેશભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
