Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાનથી પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • એક કિ.મી.ની દિવ્યાંગ રન, 5 કિ.મી., 10 કિ.મી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની કેટેગરીમાં મેરેથોન યોજાઇ

    વડોદરા શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં 11 દેશના દોડવીરો, દિવ્યાંગો સહિત 1 લાખ વડોદરાવાસી દોડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.એક કિ.મી.ની દિવ્યાંગ રન, 5 કિ.મી., 10 કિ.મી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની કેટેરીગરીમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં વિજેતા બનનારા દોડવીરોને રૂ.24 લાખના ઇનામો અપાશે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેરેથોનના સમગ્ર માર્ગ પર દોડવીરોને તબીબી સહાયતા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.સ્વચ્છ ભારત, પાણી બચાવો, બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સશક્તિકરણના ધ્યેયો સાથે જોડી દર વર્ષે મેરેથોનના સફળ આયોજન માટે મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન આપ્યા હતા. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજક તેજલ અમીને જણાવ્યું કે, મેરેથોનમાં દોડવા માટે મોટી સંખ્યામાં દિવ્યાંગો સહિત એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી એ દર્શાવે છે કે, વડોદરા મેરેથોનને વડોદરાવાસીઓએ ખૂબ પ્રોત્સાહન આપવાની સાથે પોતાના પ્રસંગ તરીકે અપનાવી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply