મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાની ત્રી-દિવસીય મુલાકાત અંતર્ગત વાલ્ડીવોસ્ટોક એરપોર્ટ ખાતે પહોંચ્યા
Live TV
-
રશિયા સાથે વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે સંબંધો અને ભાગીદારી ઉભી કરવા કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલની આગેવાનીમાં ડેલિગેશન રશિયાની મુલાકાતે પહોંચ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાની ત્રણ દિવસની મુલાકાત અંતર્ગત, રશિયાના વાલ્ડીવોસ્ટોક એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું રશિયન ડેલિગેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયા સાથે વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે સંબંધો અને ભાગીદારી ઉભી કરવા કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલની આગેવાનીમાં આ ડેલિગેશન રશિયાની મુલાકાતે છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા છે.
