Skip to main content
Settings Settings for Dark

મુન્દ્રાના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાત્રિસભા યોજાઈ

Live TV

X
  • કચ્છના પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુન્દ્રાના વિરાણીયા ગામે રાત્રિસભા યોજીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળસંરક્ષણ, નશામુક્તિ, પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

    રાજ્યપાલે બાળકોને મોબાઇલ, જંકફૂડ અને વ્યસનથી દૂર રાખવા માતા-પિતાને અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી અને આયોજનબદ્ધ પશુપાલનને સમયની જરૂરિયાત ગણાવી હતી. સાથે જ વરસાદી પાણીનો સંગ્રહ, વૃક્ષારોપણ અને ગામની સ્વચ્છતા માટે સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.તેમણે શિક્ષણ, સામાજિક સમરસતા અને ગ્રામ્ય વિકાસ પર ભાર મૂકતાં ગામના સર્વાંગી વિકાસ માટે એકતા અને ભાઈચારાની ભાવના કેળવવા ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
apply