સરકારી ઇમારતો સૌર ઊર્જાથી ઝળહળી, 95 મેગાવોટ વીજ ઉત્પાદન
Live TV
-
ગાંધીનગર: ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી 95 મેગાવોટ સૌર ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક છે, જેના થકી વધુ 65 મેગાવોટ ક્ષમતા ઉમેરાશે. આ માટે વર્ષ 2026-27માં રૂ. 314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમની દેખરેખ માટે ગુજરાત સરકારે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ પણ શરૂ કરી છે.
