આધુનિક જીવનશૈલીમાં શારીરિક-માનસિક સ્વસ્થતા માટે યોગ જરૂરી: રાજ્યપાલ
Live TV
-
કચ્છના મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે મોબાઇલના વધતા ઉપયોગ અને ભાગદોડભરી જીવનશૈલી વચ્ચે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે દરરોજ યોગ, આસન અને પ્રાણાયામ કરવો જરૂરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતની પ્રાચીન યોગ વિરાસતને વૈશ્વિક ઓળખ મળ્યાનું જણાવ્યું હતું. રાજ્યપાલે વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ કેળવવા અને જીવનમાં ભૂલ થાય તો માતા-પિતા કે ગુરુજનોને જણાવવાની અપીલ કરી હતી.
