સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો માટે સુરત સિવિલનું DEIC બન્યું આશાનું કેન્દ્ર
Live TV
-
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) શારીરિક અને માનસિક વિકાસમાં વિલંબ ધરાવતા બાળકો માટે આશાનું કેન્દ્ર બન્યું છે.
વર્ષ 2016થી અત્યાર સુધીમાં 1,01,383થી વધુ બાળકોને અહીં વિવિધ સારવાર અને થેરાપીનો લાભ મળ્યો છે, જ્યારે હાલમાં આશરે 70 બાળકો નિયમિત સારવાર હેઠળ છે. કેન્દ્રમાં સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ભાષાકીય અને બૌદ્ધિક વિકાસમાં વિલંબ સહિતની સમસ્યાઓ માટે સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન અને અન્ય સેવાઓ એક જ છત નીચે નિઃશુલ્ક આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાત ડો. સંદેશ મહિપાલે જણાવ્યું કે બાળકના વિકાસમાં વિલંબ જણાય તો વહેલી તકે નિદાન અને થેરાપી શરૂ કરવી જરૂરી છે. DEICમાં દરેક બાળક માટે વ્યક્તિગત સારવાર યોજના બનાવી માતા-પિતાને પણ બાળકના વિકાસમાં સહયોગ માટે તાલીમ આપવામાં આવે છે.
