ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય
Live TV
-
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર ગામના ખેડૂત દિનેશભાઈ સવજીભાઈ પટેલને સરકારની ‘AGR-2 FM (Combined Harvester)’ યોજના હેઠળ કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે રૂ. 9.60 લાખની સાધન સહાય મળી છે.
i-Khedut પોર્ટલ મારફતે કરેલી અરજી મંજૂર થતાં તેમણે આધુનિક મશીનની ખરીદી કરી હતી. કમ્બાઈન્ડ હાર્વેસ્ટરથી પાકની કાપણી, થ્રેશિંગ અને સફાઈનું કામ ઓછા સમયમાં થઈ રહ્યું છે, જેના કારણે મજૂરી ખર્ચ અને સમય બંનેમાં બચત થઈ છે. ખેડૂત દિનેશભાઈ પટેલે સરકારની સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
