Skip to main content
Settings Settings for Dark

‘સરસ મેળા’થી સખી મંડળની બહેનોને રૂ.39 કરોડથી વધુનું વેચાણ

Live TV

X
  • ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા આયોજિત ‘સરસ મેળા’ સખી મંડળની બહેનો માટે આર્થિક સશક્તિકરણનું મહત્વનું માધ્યમ બન્યા છે.

    છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં યોજાયેલા 236 મેળામાં 8,500થી વધુ સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો હતો અને રૂ. 39.06 કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે.જામનગરના પુરીબેન રબારી ‘હાલારી હેન્ડીક્રાફ્ટ’ અંતર્ગત ભરતકામ, મિરર વર્ક અને પેચવર્કની હસ્તકલા સહિતની વસ્તુઓનું વેચાણ કરે છે. તેઓ એક મેળામાં અંદાજે રૂ. 1 લાખનું ટર્નઓવર કરી રહ્યાં છે. આ વર્ષે શ્રાવણ ઉત્સવ અંતર્ગત યોજાયેલા 7 સરસ મેળામાં 187 સ્ટોલ દ્વારા 370થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને રૂ. 1.40 કરોડનું વેચાણ થયું હતું.

    નવરાત્રિ પૂર્વે રાજ્યના 7 જિલ્લાઓમાં યોજાયેલા મેળામાં 250થી વધુ સ્વ-સહાય જૂથો જોડાયા છે. અમદાવાદના GMDC ખાતે યોજાનારા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘સ્ત્રી શક્તિ–સખી શક્તિ’ની થીમ પર 50થી 60 સ્ટોલમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હર્બલ, ડેકોરેટિવ અને ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
apply