મેંદરડા રોડ ગાંઠીલા ચોકડી પાસે અકસ્માત, પાંચના મોત
Live TV
-
આ જીવલેણ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો જૂનાગઢના નિવાસી છે. અન્ય બે લોકો સારવાર હેઠળ છે.
જૂનાગઢના મેંદરડા રોડ ,નવાગામ ગાંઠીલા ચોકડી પાસે ,ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાં છે. અકસ્માત ની મળેલી પ્રાથમિક વિગત મુજબ, પૂરપાટ દોડી રહેલી કારના ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કારમાં સવાર 7 વ્યક્તિઓ, પૈકી પાંચનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જેમાં બે યુવતીઓ અને ત્રણ યુવકનો સમાવેશ થાય છે. આ જીવલેણ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો જૂનાગઢના નિવાસી છે. અન્ય બે લોકો સારવાર હેઠળ છે.
