Skip to main content
Settings Settings for Dark

મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ

Live TV

X
  • મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન થનાર છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા પણ ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે.

    પ્રથમ દિવસે તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત દ્રારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. મૈથેલી ઠાકુરે વિડીયો સંદેશના માધ્યમથી શ્રદ્ધાળુઓ તથા શહેરીજનોને મહાશિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply