Skip to main content
Settings Settings for Dark

નકલી પોલીસ બની ખેડૂત પાસેથી 3.25 લાખ રૂ. ની ઠગાઈ

Live TV

X
  • પાટણમાં નકલી પોલીસ બની એક ખેડૂત પાસેથી 3.25 લાખ રૂપિયા પડાવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જમીન લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતને અફીણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી આ છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

    પાટણની પાર્થ નગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વસંતભાઈ કાન્તીભાઈ પટેલ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ સંબંધી ગોવિંદભાઈ સાથે જમીન જોવા ગયા હતા. તેમની સાથે વામૈયા ગામનો બળદેવ ઠાકોર અને એક અજાણ્યો શખ્સ પણ હાજર હતો.

    પુનાસણ ગામ નજીક નદીના પુલ પાસે નંબર વગરની સફેદ ગાડીમાં આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વસંતભાઈની એક્ટિવા રોકાવી. ડેકીમાંથી અફીણ જેવો પદાર્થ બતાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

    આરોપીઓએ કેસ પતાવવા માટે રૂ. 20 લાખની માંગણી કરી અને માર મારવાની ધમકી આપી. ગભરાઈ ગયેલા વસંતભાઈએ તરત જ પોતાની પાસે રહેલા રૂ. 25 હજાર આપી દીધા હતા.

    ત્યારબાદ આરોપીઓ વસંતભાઈને પાટણ રેલવે સ્ટેશન લઈ ગયા, જ્યાં પરિચિતો પાસેથી ઉછીના મેળવી તેમણે વધુ રૂ. 3 લાખ આપ્યા. સમગ્ર કાવતરામાં બળદેવ ઠાકોર સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે BNSSની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply