મૈસુર વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યુ સંબોધન
Live TV
-
મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યુ કે તમારા શિક્ષક તમને ડિગ્રીની સાથે દેશની પણ જવાબદારી સોંપી રહ્યા છે. ભારતને ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વ કેંદ્ર બનાવવાના પ્રયાસો ચાલુ છે. છેલ્લા 6 વર્ષોમાં અમે દર વર્ષે એક આઈ.આઇ.ટી ખોલી છે તથા વર્ષ 2014 પછી દેશમાં 15 એઈમ્સની સ્થાપના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યુ કે ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલી ભવિષ્યના ભારતની આકાંક્ષાઓની પૂર્તિ માટેનું મુખ્ય કેન્દ્ર છે. શિક્ષણ અને દીક્ષા યુવા જીવનના બે મહત્વપૂર્ણ તબક્કાઓ છે જે હજારો વર્ષોથી આપણી પરંપરા રહી છે.
