Skip to main content
Settings Settings for Dark

નડિયાદ: મૈત્રી સંસ્થાની અનોખી પહેલ

Live TV

X
  • કોરોનાથી બચવા માટે માસ્ક મહત્વની ભુમિકા ભજવે છે.કોરોનાકાળમાં જ્યારે લોકો માટે રોજગારી એક વિકટ પ્રશ્ન બન્યો છે.આવા સમયમાં નડિયાદની દિવ્યાંગો માટે કાર્યરત મૈત્રી સંસ્થા એક આશાનું કિરણ બનીને ઉભરી છે. નડિયાદના પીજભગોળ સ્થિત આ સંસ્થા નડિયાદ આસપાસનાં ગામોમાં રહેતી મહિલાઓને માસ્ક બનાવવા નું કામ આપીને આત્મનિર્ભર બનાવી રહી છે. મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો પણ આત્મનિર્ભર બને તેમજ આ બાળકોના કુટુંબીજનો પણ આત્મનિર્ભર બને તેવા ઉદાત્ત હેતુથી મૈત્રી સંસ્થાને વડોદરાની એક કંપની તથા ટ્રસ્ટ દ્વારા નવ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન "ગીવ  વિથ ડિગ્નિટી " કાર્યક્રમ અંર્તગત લોકોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે.જેમાં પાંચ હજાર કરતા વધારે જરૂરિયાતમંદ ઘરોમાં દિવાળી પહેલા કીટ વિતરણ કરવામાં આવશે.આ કીટમાં મૈત્રી સંસ્થાના વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બહેનો દ્વારા જે 9000 માસ્ક  બનાવાયા છે, તે સામેલ થશે.

    આ કીટથી બહેનોને રોજગારી મળી તથા સાથે જ માસ્કનાં વિતરણથી કોરોના સામે લોકોને રક્ષણ પણ મળશે.આ અભિયાન અંતર્ગત તૈયાર કરેલ 5 હજાર કીટ સાથેના વાહનને મુખયમંત્રી વિજય રૂપાણી દ્વારા ફ્લેગ ઓફ કરાયુ. આ અભિયાન મુજબ ગુજરાત રાજ્યમા પસંદ કરાયેલા વિવિધ જીલ્લાનાં લાભાર્થી કુંટુબોને આ કીટ અપાશે.આ વિતરણનો પ્રારંભ ગાંધીનગરથી થઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply