Skip to main content
Settings Settings for Dark

ભાવનગરઃ રાજપરા ખોડિયાર મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા

Live TV

X
  • ભાવનગરથી ૧૬ કિમી દૂર રાજવી પરિવાર દ્વારા સ્થાપિત રાજપરા ખોડીયાર મંદિર ખાતે નવરાત્રિ દરમિયાન દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ખોડિયાર મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.આદ્યશક્તિમાં નવદુર્ગાના પર્વ  નવલી નવરાત્રિ નિમિત્તે  સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિરો ખોલવામાં આવ્યા છે ત્યારે શક્તિપીઠ રાજપરા ખોડીયાર ખાતે પણ પ્રથમ અને બીજા નોરતે અનેક લોકો દર્શનાર્થે આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે 10 ફુટ દૂરથી દર્શનાર્થીઓ માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિરમાં પ્રવેશ સમયે કોરોના ટનલ, ટેમ્પરેચર ગન, સેનેટાઈઝર ની પુરતી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. અને તમામને આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ દર્શન માટે જવા દેવામાં આવે છે. આ સાથે જ ભક્તોને માતાજીને હાર કે ફૂલ ચઢાવવાની સીધી અનુમતિ નથી. ફૂલહાર એકત્રિત કરી, સેનેટાઈઝ કર્યા બાદ પુજારી દ્વારા માતાજીને ચઢાવવામાં આવે છે. જ્યારે આવતા જતા તમામ લોકોની સુરક્ષા માટે પોલીસ અને ખાનગી સિક્યુરીટી રાખવામાં આવી છે. તેમજ આરોગ્ય સેવા માટે પણ પુરતી ગોઠવણ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply