FONT SIZE
RESET
18-10-2020 | 8:04 pm
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.અમરેલીના જાફરાબાદમાં એક નંબરનું સિગ્નલ લગાવાઇ દેવાયું છે.તેમજ બસો જેટલી બોટ દરિયામાંથી પરત બોલાવાઇ રહી છે. જ્યારે હજુપણ કેટલીંક બોટ દરિયામાં છે. જાફરાબાદનું તંત્ર હાઇ એલર્ટ પર છે.બીજીતરફ જૂનાગઢમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ગીરનાર પર ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. આ ઉપરાંત ભેંસાણમાં પણ ભારે વરસાદે પાણી પાણી કરી દીધાં હતાં.કચ્છના અબડાસાના લાખણીયા વિસ્તારમાં ભારે વરસાદ વરસતાં નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં નેત્રા અને લાખણીયા વચ્ચેની નદીમાં પૂર આવતાં રસ્તો અવરોધાયો હતો. આ ઉપરાંત ભાવનગરનાં કોળિયાકના દરિયામાં ડૂબી જવાને કારણે ત્રણના મોત થયાં હતાં.અસ્થિ વિસર્જન માટે બાવળાનો પરિવાર કોળિયાકના દરિયામાં ગયાં હતાં. પિતા અને બે બાળકો દરિયામાં ગરકાવ થઇ ગયાં હતાં. જામનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો જામનગર શહેર અને જીલ્લામાં પણ ઠેકઠેકાણે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે કપાસ અને મગફળીના પાકને નુકાસન થઇ રહ્યું હોવાના અહેવાલ છે.
સુરતમાં આજથી મોલ્સ,શોપિંગ કોમ્પ્લેક્ષ શનિ-રવિ શરૂ
Previous Story
ભાવનગરઃ રાજપરા ખોડિયાર મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા
Next Story