Skip to main content
Settings Settings for Dark

મોડાસામાં આજીવીકા મિશન અંતર્ગત સખી મંડળે શહેરને સ્વચ્છ બનાવવા માટે બિડૂ ઝડપ્યું

Live TV

X
  • મોડાસા નગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન અંતર્ગત સખી મંડળે શહેરને સ્વચ્છ બનાવવા માટે  બિડૂ ઝડપ્યું

    મોડાસા નગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન અંતર્ગત સખી મંડળે શહેરને સ્વચ્છ બનાવવા માટે  બિડૂ ઝડપ્યું છે. સખી મંડળના દસ જેટલા સમૂહનું એરિયા લેવલ ફેડરેશન બનાવી વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરી મહત્વનું યોગદાન આપી રહી છે. મહિલાઓ દ્વારા લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશ આપવામાં આવે છે.  ફેડરેશનની મહિલાઓ ઘેર ઘેર જઇ સુકો અને ભીનો કચરો અલગ રાખવા અને સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય  તે અંગે પણ  લોકોને જાણકારી પૂરી પાડે છે. આ સાથે જ વૃક્ષારોપણ સહિત રેલી યોજી સ્વચ્છતાનો સંદેશો પણ પાઠવે છે. મહિલાઓ દ્વારા તેમના વિસ્તારમાં સાફ સફાઈની સાથે સાથે દવા છંટકાવ કરવાની પદ્ધતિ પણ શીખી  સ્વચ્છ ભારત મિશનને વધુ વેગવંતુ બનાવી એક ડગલુ સ્વચ્છતા તરફ ધપાવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply